WhatsApp કરો: 98989 93911 Call કરો
જરૂરી વાત: અમે કોઈ પણ દેશના વર્ક વિઝા કે એમ્પ્લોયમેન્ટ વિઝા આપતા નથી. આ પેજ ફક્ત દુબઈ ટુરિસ્ટ વિઝા માટે છે. દુબઈમાં નોકરી શોધવા માંગતા હો તો ટુરિસ્ટ વિઝા પર જવું ખોટું છે, તેના માટે UAE નો જોબ સર્ચ વિઝા યોગ્ય રસ્તો છે.
દુબઈ જવું છે અને વિઝાની બધી માહિતી ગુજરાતીમાં જોઈએ છે? તમે સાચી જગ્યાએ છો. અમે 2012 થી વિઝા અને ટ્રાવેલનું કામ કરીએ છીએ, વડોદરાની ઓફિસથી આખા ભારતના ક્લાયન્ટ માટે. અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ કે ભારતના કોઈ પણ શહેરથી, આખી પ્રોસેસ WhatsApp પર થાય છે. ઓફિસ આવવાની જરૂર નથી.
નીચે કિંમત, ડોક્યુમેન્ટ, પ્રોસેસ અને નિયમો, બધું સીધી અને સાચી ભાષામાં આપ્યું છે. જે કિંમત લખી છે એ જ કિંમત છે, પછીથી કોઈ વધારાનો ચાર્જ નહીં.
| વિઝા | પ્રોસેસિંગ | કિંમત (વ્યક્તિ દીઠ) |
| 30 દિવસ સિંગલ એન્ટ્રી | નોર્મલ (5 વર્કિંગ દિવસ) | Rs. 8,500 |
| 30 દિવસ સિંગલ એન્ટ્રી | એક્સપ્રેસ (ઉતાવળ હોય તો) | Rs. 13,500 |
| 60 દિવસ સિંગલ એન્ટ્રી | નોર્મલ (5 વર્કિંગ દિવસ) | Rs. 17,500 |
| 60 દિવસ સિંગલ એન્ટ્રી | એક્સપ્રેસ | Rs. 20,500 |
| 30 દિવસ મલ્ટિપલ એન્ટ્રી | નોર્મલ | Rs. 17,000 |
| 60 દિવસ મલ્ટિપલ એન્ટ્રી | નોર્મલ | Rs. 25,000 |
કિંમત અને નિયમો ચકાસેલ: જુલાઈ 2026. આ કિંમતમાં બધું આવી ગયું, કોઈ છુપો ચાર્જ નહીં, કોઈ સર્વિસ ફી અલગથી નહીં.
ફક્ત આટલું WhatsApp પર મોકલો:
1. પાસપોર્ટનું સ્કેન: પહેલું પાનું, છેલ્લું પાનું અને બહારનું કવર પેજ (પાસપોર્ટ ઓછામાં ઓછો 6 મહિના વેલિડ હોવો જોઈએ)
2. સફેદ બેકગ્રાઉન્ડ વાળો પાસપોર્ટ સાઈઝ ફોટો
3. હોટેલ બુકિંગ
4. ફ્લાઇટ ટિકિટ (આવવા-જવાની)
5. PAN કાર્ડ (18 વર્ષથી મોટા દરેક માટે)
દુબઈમાં સગા-સંબંધીને ત્યાં રહેવાના છો? તો હોટેલ બુકિંગની જગ્યાએ તેમનો ટેનન્સી કોન્ટ્રાક્ટ (ભાડાનો કરાર) અને Emirates ID ની કોપી ચાલશે. ગુજરાતી પરિવારોમાં આ સૌથી સામાન્ય કેસ છે, અમે રોજ આવી ફાઇલ કરીએ છીએ.
1. ઉપરના નંબર પર WhatsApp કરો
2. ડોક્યુમેન્ટ WhatsApp પર જ મોકલો
3. પેમેન્ટ કરો, અમે વિઝાની ફાઇલ સબમિટ કરીએ
4. નોર્મલ પ્રોસેસમાં 5 વર્કિંગ દિવસમાં જ વિઝા PDF WhatsApp પર મળી જાય. ઉતાવળ હોય તો એક્સપ્રેસ ઓપ્શન છે.
એક વાત યાદ રાખો: UAE ઇમિગ્રેશનમાં શનિવાર-રવિવાર રજા હોય છે, શુક્રવારે કામ ચાલુ હોય છે. વર્કિંગ દિવસોની ગણતરી કરતી વખતે આ ધ્યાનમાં રાખવું.
ઇન્ટરનેટ પર આ વિશે ઘણી ખોટી માહિતી ફરે છે. સાચા નિયમો આ છે:
વિઝા ઇશ્યૂ થયા પછી 58 દિવસની અંદર તમારે દુબઈમાં એન્ટ્રી કરવાની હોય છે. અમારી સલાહ: 55મા દિવસ સુધીમાં એન્ટ્રી કરી લેવી, છેલ્લા દિવસનું જોખમ ન લેવું.
તમારા 30 કે 60 દિવસ દુબઈમાં એન્ટ્રી કરો તે દિવસથી ગણાય છે, વિઝા ઇશ્યૂ થયાના દિવસથી નહીં.
મલ્ટિપલ એન્ટ્રી વિઝામાં પણ સ્ટેના દિવસો પહેલી એન્ટ્રીથી એક જ વાર ગણવાનું શરૂ થાય છે. બહાર જઈને પાછા આવવાથી દિવસો ફરી શરૂ થતા નથી. કોઈ કહે કે દરેક એન્ટ્રી પર નવા દિવસ મળે, તો એ ખોટું છે.
આ 3 વાત પહેલેથી સમજી લો:
1. વિઝા ફી કોઈ પણ સંજોગોમાં પાછી મળતી નથી. વિઝા રિજેક્ટ થાય તો પણ નહીં. આ UAE સરકારનો નિયમ છે, કોઈ પણ એજન્ટ રિફંડ આપી શકતો નથી.
2. વિઝા આપવો કે ન આપવો એ ફક્ત UAE ઇમિગ્રેશનનો નિર્ણય છે. કોઈ એજન્ટ 100% ગેરંટી ન આપી શકે. જે આપે છે એ ખોટું બોલે છે.
3. પાછલી દુબઈ ટ્રિપમાં 12 દિવસ કે વધારે રોકાયા હો, તો દુબઈથી પાછા આવ્યા પછી નવી વિઝા એપ્લિકેશન વચ્ચે 30-35 દિવસનો ગેપ રાખવો પડે છે.
2012 થી આ કામમાં છીએ. ગુજરાતની અમારી પોતાની ઓફિસ છે, ફોન કરો તો ગુજરાતીમાં જ વાત થશે. તમારી ભાષામાં સવાલ પૂછો, તમારી ભાષામાં જવાબ મળશે.
કિંમત પહેલેથી ક્લિયર, ડોક્યુમેન્ટ લિસ્ટ પહેલેથી ક્લિયર, નિયમો પહેલેથી ક્લિયર. વિઝા મળવાની શક્યતા હોય તો જ ફાઇલ લગાવવાની સલાહ આપીએ છીએ, ખાલી ફી કમાવા માટે નબળી ફાઇલ લગાવતા નથી. એટલે જ અમારા મોટા ભાગના ક્લાયન્ટ સગા-સંબંધીના રેફરન્સથી આવે છે.
દુબઈ વિઝાની કિંમત કેટલી છે?
30 દિવસનો ટુરિસ્ટ વિઝા Rs. 8,500 થી અને 60 દિવસનો Rs. 17,500 થી શરૂ થાય છે. આ અંતિમ કિંમત છે, કોઈ છુપો ચાર્જ નથી.
વિઝા કેટલા દિવસમાં મળે?
નોર્મલ પ્રોસેસમાં 5 વર્કિંગ દિવસ. ઉતાવળ હોય તો એક્સપ્રેસ ઓપ્શન છે જે વધારે ઝડપથી થાય છે. UAE માં શનિ-રવિ રજા હોય છે એ ધ્યાનમાં રાખવું.
કયા ડોક્યુમેન્ટ જોઈએ?
પાસપોર્ટ સ્કેન (કવર પેજ સાથે), સફેદ બેકગ્રાઉન્ડ ફોટો, હોટેલ બુકિંગ, ફ્લાઇટ ટિકિટ અને મોટા લોકો માટે PAN કાર્ડ. સગાને ત્યાં રહેવાના હો તો હોટેલની જગ્યાએ તેમનો ભાડાનો કરાર અને Emirates ID ચાલે.
વિઝા રિજેક્ટ થાય તો પૈસા પાછા મળે?
ના. વિઝા ફી કોઈ પણ સંજોગોમાં નોન-રિફંડેબલ છે. જે એજન્ટ રિફંડની ગેરંટી આપે તેનાથી સાવધાન રહેવું.
વિઝા મળ્યા પછી કેટલા દિવસમાં દુબઈ જવું પડે?
વિઝા ઇશ્યૂ થયા પછી 58 દિવસની અંદર દુબઈમાં એન્ટ્રી કરવી પડે. તમારા 30 કે 60 દિવસ એન્ટ્રીના દિવસથી ગણાય છે, ઇશ્યૂના દિવસથી નહીં.
OTB એટલે શું? એ જરૂરી છે?
OTB એટલે Ok to Board. ઇ-વિઝા કે વિઝાની કોપી પર ટ્રાવેલ કરતા ભારતીય પેસેન્જર માટે એરલાઇન બોર્ડિંગ પહેલા PNR પર વિઝા વેરિફાય કરે છે. આ સ્ટેપ ચૂકી જાઓ તો બોર્ડિંગ અટકી શકે છે. અમે આખી ટ્રિપ સાથે OTB પણ સંભાળી લઈએ છીએ.
અમદાવાદ, સુરત કે રાજકોટથી અપ્લાય કરી શકાય?
હા, ભારતના કોઈ પણ શહેરથી. આખી પ્રોસેસ WhatsApp પર થાય છે, ઓફિસ આવવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ WhatsApp પર મોકલો, વિઝા PDF WhatsApp પર મેળવો.
બેંક સ્ટેટમેન્ટ જોઈએ?
ના, નોર્મલ ટુરિસ્ટ વિઝા માટે બેંક સ્ટેટમેન્ટ જરૂરી નથી. ઉપર આપેલા ડોક્યુમેન્ટ પૂરતા છે.
દુબઈનો પ્લાન છે? આજે જ વાત કરો.
ગુજરાતીમાં વાત કરો, બધા સવાલના જવાબ મેળવો, પછી નિર્ણય લો. પૂછવાના કોઈ પૈસા નથી.
વધારે વાંચો: Dubai Visa (English, full guide) · Hindi price page · Documents checklist